સ્માર્ટફોન સહાય યોજના 2025 | IKHEDUT ONLINE REDISTRATION 2025
સ્માર્ટફોન સહાય યોજના 2025 | ખેડૂત મોબાઈલ સહાય યોજના | ikhedut પોર્ટલ 2025
ભારતના ખેડૂતોના કલ્યાણ માટે અનેક યોજનાઓ અને પ્રોગ્રામ્સ શરૂ કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા PM Kisan Portal પર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવવામાં આવી રહી છે. ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા પણ વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. આ યોજનાઓ માટે ikhedut પોર્ટલ બનાવવામાં આવ્યું છે, જેમાં 2025 માટે વિવિધ યોજનાઓ ઓનલાઈન ઉપલબ્ધ છે, જેમ કે પશુપાલન યોજનાઓ, બાગાયતી યોજનાઓ, વગેરે.
ડિજીટલ યુગમાં, હાલમાં Artificial Intelligence, Chat GPT, Open AI જેવી નવી ટેકનોલોજી આવી રહી છે. ગુજરાત સરકાર પણ રાજ્યના ખેડૂતોને ડિજીટલ બનવાની પ્રેરણા આપી રહી છે. ડિજીટલ સેવાનો વ્યાપ વધારવા માટે, ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે સહાય આપવામાં આવશે. સ્માર્ટફોન સહાય યોજના 2025 વિશેની માહિતી અને તે માટેની જરૂરી ડોક્યુમેન્ટ વિશે જાણો.
દેશ અને ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે ડિજીટલ સેવાનો વ્યાપ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. કૃષિ ક્ષેત્રે IT ટેકનોલોજીનો ઉપયોગ વધતી જતી તકનીકો અપનાવી રહ્યા છે, જેનાથી તેઓ પોતાની આવક વધારી રહ્યા છે. ડિજીટલ ટેકનોલોજી દ્વારા ખેડૂતો હવામાન ખાતાની આગાહી, વરસાદની આગાહી, રોગ-જીવાત નિયંત્રણની માહિતી, નવી ખેતી પદ્ધતિઓ અને ખેતીવાડી ખાતાની સહાય યોજનાઓની માહિતી મેળવી શકે છે. આ માટે સ્માર્ટફોનનો ઉપયોગ વધતો જાય છે, અને તેને ધ્યાનમાં રાખીને રાજ્યના કૃષિ વિભાગે Smartphone Sahay Yojana 2025 લાવેલી છે.
આ યોજનાનો હેતુ છે કે રાજ્યના ખેડૂતો ડિજીટલ સેવાઓનો લાભ લઈ શકે. ખેડૂતો સ્માર્ટફોન દ્વારા ખેતી માટેની માહિતી, ફોટોગ્રાફ્સ, ઈમેઇલ, SMS, અને વિડિઓઝ શેર કરી શકે છે. આ યોજના હેઠળ, ડિજીટલ કેમેરા, મલ્ટીમિડિયા પ્લેયર, ટચ સ્ક્રીન, વેબ બ્રાઉઝર, અને ઈન્ટરનેટ કનેક્ટિવિટી સાથેના સ્માર્ટફોન ખરીદવા માટે રૂપિયા 6000/- સુધીની સહાય આપવામાં આવે છે.
આ યોજનાનો ઉદ્દેશ રાજ્યના ખેડૂતોને ડિજીટલ સેવાઓનો લાભ લેવડાવવાનો છે. નીચે આપેલી છે આ
Smartphone Sahay Yojana 2025 ની વિગતો:
યોજનાનું નામ | સ્માર્ટફોન સહાય યોજના 2025 |
---|---|
ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
લક્ષ્ય | રાજ્યના ખેડૂતોને ડિજીટલ સેવાઓનો લાભ આપવા |
સહાયની રકમ | સ્માર્ટફોન ખરીદી પર 40% અથવા રૂ.6000 સુધી |
લાભાર્થીઓ | રાજ્યના ખેડૂતો |
મર્યાદા | રૂપિયા 15000 સુધીના સ્માર્ટફોન માટે રૂ.6000/- સુધી સહાય અથવા 40% સહાય |
ઓફિશિયલ વેબસાઈટ | ikhedut Gujarat |
અરજી તારીખ | |
અરજી લિંક | Ikhedut Portal Direct Link |
Smartphone Sahay Yojana 2025 હેતુ અને પાત્રતા અંગેની માહિતી:
- હેતુ: રાજ્યના ખેડૂતોને ડિજીટલ સેવાઓનો લાભ મળે તે માટે.
- પાત્રતા:
- અરજદાર ગુજરાતનો હોવો જોઈએ.
- ખેડૂત ધરાવતો હોવો જોઈએ.
- એકથી વધુ ખાતાવાળા ખેડૂતને ફક્ત એક વખત સહાય મળશે.
- સંયુક્ત ખાતાના કિસ્સામાં ફક્ત એક જ ખાતેદારને સહાય મળશે.
- આ સહાય ફક્ત સ્માર્ટફોન ખરીદી માટે જ રહેશે.
Smartphone Sahay Yojana 2025 લાભાર્થીઓ માટે:
- ફાયદા:
- 15000 સુધીના સ્માર્ટફોન પર 40% અથવા રૂ.6000/- ની સહાય મળશે.
- 8000 ના સ્માર્ટફોન પર 3200 ની સહાય.
- 16000 ના સ્માર્ટફોન પર 6000 ની મર્યાદિત સહાય.
- ફક્ત સ્માર્ટફોન ખરીદી માટે સહાય, અન્ય એસેસરીઝ માટે નહીં.
આ યોજના માટે જરૂરી દસ્તાવેજો:
- ખેડૂતનો આધારકાર્ડ
- રદ કરેલ ચેક
- બેંક પાસબુક
- ખરીદીનું GST બિલ
- મોબાઈલનો IMEI નંબર
- ખેડૂતના જમીનના દસ્તાવેજો
- AnyRoR Gujarat પરથી મેળવેલ 8-અ ની નકલ
ખરીદીના નિયમો:
- આઈ-ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવી પડશે.
- જિલ્લા અમલીકરણ અધિકારી દ્વારા પૂર્વ મંજૂરી અપાશે.
- મંજૂર થયેલ અરજીઓની જાણ SMS/ઈમેઇલ દ્વારા કરવામાં આવશે.
- 15 દિવસમાં સ્માર્ટફોન ખરીદી કરવી.
- નિયત સમય મર્યાદામાં બિલ રજૂ કરવું.
આ યોજનાથી રાજ્યના ખેડૂતોને ડિજીટલ ટેકનોલોજીનો લાભ મળશે અને તેઓ ખેતી સંબંધિત માહિતી સરળતાથી મેળવી શકશે.
મહત્વપૂર્ણ લિંક :
પશુપાલન યોજના 2025 જાહેરાત | અહીં ક્લિક કરો |
ગુજરાત પશુપાલન યોજના 2025 માં ઓનલાઇન અરજી કરો | અહીં ક્લિક કરો |