ના હોય! તમે ક્યાંય નકલી પાન કાર્ડ તો ઉપયોગ નથી કરી રહ્યા ને? ફટાફટ આ રીતે કરી લો ચૅક

 ભારત સહિત આખી દુનિયામાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં ડિજીટલાઈજેશનની ગતિ ખૂબ જ ઝડપથી વધી રહી છે. એવામાં દેશમાં તેની સાથે જોડાયેલી છેતરપિંડી પણ ઘણી વધી રહી છે. નકલી આધાર કાર્ડ અને પાન કાર્ડ બનાવવાના ઘણા કેસો સામે આવે છે.

ના હોય! તમે ક્યાંય નકલી પાન કાર્ડ તો ઉપયોગ નથી કરી રહ્યા ને? ફટાફટ આ રીતે કરી લો ચૅક

  • તો શું તમે નથી કરી રહ્યાં ને નકલી પાન કાર્ડનો ઉપયોગ?
  • પાન કાર્ડ અસલી છે કે નકલી, આ રીતે માહિતી મેળવી શકશો
  • ગ્રાહકે ઈન્કમ ટેક્સ વિભાગની એક એપની લેવી પડશે મદદ
  • પાન કાર્ડ નકલી છે કે અસલી, આ રીતે જાણો


તમારા અગત્યના ફોટો અને વીડિયો તમારા ફોનમાં તમારા સિવાય કોઈ નહિ જોઈ શકે ... આ એપથી સરળતાથી હાઇડ કરી શકો છો..

મેરેજ સર્ટી. ઉપયોગી ઘણા લોકો ને મેરેજ સર્ટી. કેમ કઢાવવુ  તેના માટે કયા ડોકયુમેન્ટ જોઈએ

એવુ તો આપણે બધા જાણીએ છીએ કે આજકાલના સમયમાં સૌથી જરૂરી ડોક્યુમેન્ટસમાંથી એક છે પાન કાર્ડ. જેના ઉપયોગથી તમે લગભગ જરૂરી કામને ખૂબ જ સરળતાપૂર્વક કરી શકો છો. જેની  જરૂર દરેક બેંક, હોસ્પિટલ, શાળા, કોલેજ વગેરે જગ્યાએ પડે છે. પરંતુ આજકાલ વધી રહેલા નકલી પાન કાર્ડના કારણે ઈન્કમ ટેક્સ વિભાગે ઘણા મોટા પગલા લેવાનુ શરૂ કર્યુ છે. જેનાથી નકલી પાન કાર્ડના કેસો અંકુશમાં લાવી શકાય. વિભાગે પાન કાર્ડની સાથે ક્યુઆર કોડ જોડવાનુ શરૂ કર્યુ છે. જેનાથી ક્યુઆર કોડથી અસલી અને નકલી પાન કાર્ડની ઓળખ કરી શકાય છે. તમે સ્માર્ટફોનમાં ક્યુઆર કોડને scan કરી તમે પાન કાર્ડ અસલી છે કે નકલી આ વાતની જાણકારી પ્રાપ્ત કરી શકો છો. જેના માટે તમારે ઈન્કમ ટેક્સ વિભાગની એક એપની મદદ લેવી પડશે. 


ઇલેક્ટ્રિક કાર ખરીદવા પર મળશે 2.50 લાખ રૂપિયાની સબસિડી, જાણો કોને મળશે ફાયદો

મારો નંબર એજ છે, જરૂર પડે તો...: કોરોના વધ્યો તો સોનુ સૂદે ફરી કર્યું એવું એલાન કે દિલ જીતી લીધા

પાવાગઢની પરિક્રમા કરવા જવાના હોય તો આ બાબત જાણી લેજો, નહીંતર ધક્કો થશે



અસલી અને નકલી પાન કાર્ડની જાણકારી મેળવો

અસલી અને નકલી પાન કાર્ડની જાણકારી મેળવવા માટે સૌથી પહેલા તમે ઈન્કમ ટેક્સ વિભાગની E-Filling પોર્ટલ પર જવુ પડશે.

જેના માટે તમારે સૌથી પહેલા ઈન્કમ ટેક્સ વિભાગની સત્તાવાર વેબસાઈટ www.incometax.gov.in/iec/foportal પર જાઓ.

ત્યારબાદ તમે Verify your PAN પર ક્લિક કરો.

ત્યારબાદ તમારી સામે એક નવુ પેજ ખુલશે.

અહીં તમારા પાન કાર્ડની સંપૂર્ણ જાણકારી માગવામાં આવશે. જેને તમારે ભરવી પડશે.

અહીં તમારું પાન કાર્ડ નંબર, નામ, DOB અને મોબાઈલ નંબર નોંધો.

ત્યારબાદ તમારી પાસે મેસેજ આવશે કે તમારો ડેટા મેળ ખાય છે કે નહીં.

ત્યારબાદ તમારું પાન કાર્ડ અસલી છે કે નહીં તેની આ રીતે સરળતાથી જાણકારી મેળવો.

Post a Comment

Previous Post Next Post